નવી દિલ્લીઃ સોશિયલ મીડિયાના દૌરમાં લોકોને આજે હાઈ કેપેસિટી બેટરીવાળા ફોન વધુ પસંદ છે. તેમાં પણ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ હોવો જરૂરી છે. 10 વર્ષ પહેલા આવતા કિપેડવાળા ફોનમાં ઓછા કેપેસિટીની બેટરી હોવા છતા તે ફોન ઘણો સમય ચાલતો હતો. તેની પાછળનું કારણ એ છે કે તેમાં નહીંવત ફીચર્સ હતા. ધીમે ધીમે એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ આવ્યા જેમાં શરૂઆતી બેટરીની કેપેસિટી આશરે 3000 mAH હતી. પરંતુ જેમ જેમ સ્માર્ટફોન વિકસિક થતા ગયા તેમ તેમ બેટરીની કેપેસિટી પણ વધારી દેવામાં આવી. આજે માર્કેટમાં 7000 mAHની હાઈ કેપેસિટી બેટરીવાળા ફોન પણ મળે છે. આજના અહેવાલમાં આપણે જોઈશું કે સામાન્ય એન્ડ્રોઈડ ફોનની બેટરીને કેવી રીતે વધારે યુટિલાઈઝ કરી શકાય. અહીં અમે તમને સ્માર્ટફોન બેટરી અંગે ટીપ્સ આપીશું જેનાથી તમારે વારંવાર ફોનને ચાર્જ નહીં કરવો પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) તમારા ફોનની એપ્સ અને ઓપરેટિંગ સિસ્ટમને અપ ટુ ડેટ રાખો. આ સેટિંગ સાથે ફોન સ્મૂથ કામ કરે છે અને ઓછી બેટરી વાપરે છે. આ માટે, અઠવાડિયામાં એકવાર અથવા બે અઠવાડિયામાં એકવાર, તમારે ફોનના તમામ જરૂરી એપ્સ અપડેટ્સ કરી લેવા. 


2) બેટરી ઝડપથી ડ્રેન ન થાય તે માટે તમે પાવર સેવિંગ મોડનો પણ ઉપયોગ કરી શકો છો. આ તમારા ફોનની બેટરી લાઈફ 50 ટકા સુધી વધારી દે છે. આ મોડમાં, ફોન ફક્ત તે એપ્લિકેશન પર પ્રોસેસ કરે છે જેના પર તમે કામ કરી રહ્યાં છો, તેથી બિનજરૂરી બેકગ્રાઉન્ડ એક્ટિવિટીઝ આપમેળે બંધ થઈ જાય છે.


3) આજકાલ સ્માર્ટફોનની ડિસ્પ્લે મોટી અને એકદમ બ્રાઈટ બની રહી છે, જે તમારા ફોનની બેટરી પણ ઝડપથી ખતમ કરી દે છે. તમે ફોનની બ્રાઈટનેસ 50 ટકા અથવા તેનાથી ઓછી રાખવાનો પ્રયાસ કરો અથવા તમે તેને ઓટો-બ્રાઈટનેસ મોડ પર પણ સેટ કરી શકો છો. આ તમારા ફોનમાં વધુ બેટરી બચાવે છે.
 
4) ફોનની બેટરી બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો એ પણ છે કે ફોનમાં તમામ બિનજરૂરી નોટિફિકેશન્સ બંધ કરી દેવા જોઈએ. આ સાથે, તમારા ફોનમાં વારંવાર નોટિફિકેશન્સ દેખાશે નહીં. જરૂર ન હોય ત્યારે તમે GPS લોકેશન પણ બંધ કરી શકો છો. તેનાથી તમારી બેટરી પણ બચી શકે છે.


5) સ્માર્ટફોનના કેમેરા અને ઈન્ટરનેટ સૌથી વધુ બેટરી વાપરે છે. આ માટે, જ્યારે જરૂર ન હોય ત્યારે તમે ઈન્ટરનેટને બંધ પણ કરી શકો છો, આ તમારા ફોનના બેટરી બેકઅપને ખૂબ વધારે છે. તમારા ફોનને બને તેટલો ઠંડો રાખવાનો પ્રયાસ કરો, કારણ કે ગરમ ફોન હોવાથી બેટરીનો વપરાશ વધુ થાય છે. 


6) ફોનના ઓરિજિનલ ચાર્જરથી જ ફોન ચાર્જ કરો. આનાથી તમારા ફોનની બેટરી હેલ્થ અને બેટરી બેકઅપ પણ બરાબર રહે છે. ફોનને ક્ષમતા કરતા વધુ પાવરવાળા ચાર્જર વડે ચાર્જ કરવાનું ટાળવું જોઈએ. ફોનને ઝડપથી ચાર્જ કરવાના ચક્કરમાં બેટરી ઝડપથી ડ્રેન થવા લાગે છે. તેમજ બેટરી હેલ્થને પણ અસર પડે છે.